Skip to main content

Posts

Showing posts from July, 2022

દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન જુઓ એ ૯ કહેવતો

 દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન  આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે.  ૧. હોય પાણી કળશ્યે ગરમ ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય. પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે. ૨. શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય, ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા શુક્રવારનાં વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલાં રહે તો ભડલી કહે છે વરસ્યા વગર ન રહે. ૩.પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય, ભડલી તો તું જાણજે, જળધર આવે સોય. પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે. ૪.કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય, ભડલી એ સંસારમેં પાની ન સમાય. અર્થાત કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પ...